ઓક્ટોબર 17, 2026 3:36 પી એમ(PM)

printer

ભારત અને વેસ્ટ ઇડિંઝ વચ્ચે આજે બેંગલુરૂમાં ટી-20ની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચ

ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે સાંજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.

પાંચ મેચની આ શ્રેણીમાં બંને ટીમો હાલ 2-2 થી બરાબરી પર  છે. મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરાયો છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

દરમિયાન મહિલા ક્રિકેટમાં, ભારતે ગઇકાલે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને ચાર વિકેટથી હરાવ્યું છે.