ઓગસ્ટ 18, 2026 1:52 પી એમ(PM)

printer

ભારત અને શ્રીલંકા વચ્ચેની ગોલ ટેસ્ટ રોમાંચક બની.

ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટ રોમાંચક બની ગઈ છે. છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે લંચ બાદ ભારતે 5 વિકેટ ગુમાવીને 131 રન કર્યા છે. અને ભારતને 300થી વધુ રનની સરસાઈ મળી છે.
ગઇકાલે ભારતે 178 રનની સરસાઇ બાદ આજે પોતાની બીજી ઇનિગમાં શરૂ થઇ હતી. જોકે ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલઅને પેડિક્કલે આક્રમક રમત દાખવી હતી, જોકે રાહુલ 35 અને પેડિક્કલ 44 રને આઉટ થયા હતા, કેપ્ટન ગીલ પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો.