ઓગસ્ટ 24, 2026 1:30 પી એમ(PM)

printer

શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ.

કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતી મજબૂત બની છે.લંચ સમયે પંત 63 અને જુરેલ 59 રને રમતમાં હતા.

આજે સવારે ભારતે પાંચ વિકેટે 300 રનથી બેટિંગની શરૂઆત કરી હતી. જોકે નાઇટ વોચમેન તરીકે આવેલ સારાંજ જૈન રન આઉટ થયા બાદ ઇજાને કારણે રમતમાંથી નિવૃત્ત થયેલ પંત ફરી મેદાનમાં ઉતર્યો હતો અને જુરેલ અને પંતે આક્રમક ફટકાબાજી કરીને શ્રીલંકાના બોલરોને મચક આપી ન હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી.

લંચ સમયે બંને વચ્ચે 112 રનની ભાગીદારી થઇ હતી. શ્રીલંકા તરફથી ફર્નાડોએ ચાર અને કુમારા અને નવાંથઆએ એક-એક વિકેટ ઝડપી હતી.