ઓગસ્ટ 25, 2026 10:58 એ એમ (AM)

printer

કોલંબો ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતી – ભારતના 503 રન સામે શ્રીલંકાએ આઠ રનમાં બે વિકેટ ગુમાવી

કોલંબો ખાતે રમાઇ રહેલી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતીમાં છે. ધ્રુવ જુરેલ અને દેવદત્ત પડિકલની સદીઓની મદદથી ભારતે કોલંબો ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકા સામે નવ વિકેટે ૫૦૩ રનનો દાવ પૂરો થયેલો જાહેર કર્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાએ આઠ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

ધ્રુવ જુરેલે અણનમ 115 રન અને દેવદત્ત પડિકલે 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત શ્રેણીમાં પહેલાથી જ 1-0થી આગળ છે. આજે, શ્રીલંકા ભારતના 9 વિકેટે 503 રનના જવાબમાં 2 વિકેટે 8 રનથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે.