ભારતે શ્રીલંકાને અટકાયતમાં રાખેલા ભારતીય માછીમારો અને તેમની બોટોને વહેલી તકે મુક્ત કરવા વિનંતી કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કોલંબોની તેમની મુલાકાત દરમિયાન શ્રીલંકાના ટોચના નેતૃત્વ સાથેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, આ લાંબા સમયથી ચાલતા મુદ્દાને માનવતાવાદી દ્રષ્ટિકોણથી ઉકેલવો જોઈએ. વિક્રમ મિશ્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે, પ્રધાનમંત્રી હરિણી અમરાસૂરિયા, વિદેશમંત્રી વિજિતા હેરાથ અને વિદેશ સચિવ અરુણી રાણારાજા સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે માછીમારોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને અટકાયતમાં રાખેલા માછીમારો અને બોટોને વહેલી તકે મુક્ત કરવા માટે શ્રીલંકાનો સહયોગ માંગવામાં આવ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 6, 2026 9:02 એ એમ (AM)
ભારતે શ્રીલંકાને લાંબા સમયથી પડતર ભારતીય માછીમારોને મુક્ત કરવા મુદ્દે માનવતાવાદી અભિગમ અપનાવવા વિનંતી કરી