ઓગસ્ટ 19, 2026 7:38 પી એમ(PM)

printer

આજે ગોલમાં બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું.

આજે ગોલમાં બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું. ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે. ભારતે શ્રીલંકાને જીતવા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શ્રીલંકા 206 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી માનવ સુથારે છ, પ્રસિદ્ધ કૃષ્ણાએ બે, જ્યારે રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી. શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 151 બોલમાં 59 રન બનાવ્યા, જ્યારે સોનલ દિનુષાએ પહેલી ઇનિંગમાં સદી અને પછી બીજી ઇનિંગમાં 84 રન બનાવ્યા.