સપ્ટેમ્બર 17, 2026 10:24 એ એમ (AM)

printer

ભારતે પાકિસ્તાન-ચીન સરહદ પરના કથિત સંયુક્ત કમિશનને નકાર્યું

ભારતે પાકિસ્તાન-ચીન સરહદ પરના કથિત સંયુક્ત કમિશનને નકારી કાઢ્યું છે. પાકિસ્તાનને તેના ગેરકાયદે અને બળજબરીથી કબજા હેઠળના ભારતીય પ્રદેશ અંગે વ્યવસ્થા કરવાનો કોઈ અધિકાર નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈકાલે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા આ વાત કહી. તેમણે કહ્યું કે, ભારતનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. તેમણે કહ્યું કે, ભારતે ક્યારેય 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને માન્યતા આપી નથી.

તેમણે પુનરોચ્ચાર કર્યો કે, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો રહ્યા છે અને હંમેશા રહેશે.