સપ્ટેમ્બર 9, 2026 11:25 એ એમ (AM)

printer

ભારત-કુવૈત વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવા સંમત થયા

ભારત અને કુવૈત વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સંમત થયા છે. ગઈકાલે કુવૈતમાં ભારત-કુવૈત વિદેશ કાર્યાલયની 8મી પરામર્શ બેઠકમાં આ અંગે સંમતિ સધાઈ હતી.

આ બેઠકની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજન અને કુવૈતના વિદેશ મંત્રાલયના એશિયા માટે સહાયક વિદેશ સચિવ નવાફ અબ્દુલ લતીફ સુલેમાન અલ-અહમદે કરી હતી.

આ બેઠક દરમિયાન બંને પક્ષોએ રાજકીય સંબંધો, વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.

તેમણે સહયોગ માટે સંયુક્ત આયોગ વ્યવસ્થા હેઠળ સંયુક્ત કાર્યકારી જૂથોની બેઠકોની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને પક્ષો પરસ્પર અનુકૂળતા અનુસાર નક્કી કરવામાં આવેલી તારીખે નવી દિલ્હીમાં વિદેશ કાર્યાલય પરામર્શનો આગામી રાઉન્ડ યોજવા માટે સંમત થયા છે. ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી સંબંધ છે જેને ડિસેમ્બર 2024માં વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.