સપ્ટેમ્બર 26, 2026 11:25 એ એમ (AM)

printer

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગોધરાના નદીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાભાર્થીઓને સહાય-સન્માનપત્રો એનાયત કર્યા

રાજ્યભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગોધરાના નદીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાય-સન્માનપત્રો એનાયત કરાયા.

છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની કામગીરી અને પ્રગતિની પણ માહિતી મેળવી. આ સાથે જ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના સ્ટોલ્સનું નિરીક્ષણ કર્યુ અને ‘એક પેડ મા કે નામ‘ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ ગાંધીનગર લોકભવન ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું.

લોકભવન પરિસરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને શ્રમદાન કર્યુ હતું.