ઓક્ટોબર 1, 2026 10:15 એ એમ (AM)

printer

પીંક ઓક્ટોબર માસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે નિઃશુલ્ક મેમોગ્રાફી

વિશ્વભરમાં ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ માસ, પીંક ઓક્ટોબર તરીકે ઉજવવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન મહિલાઓ માટે ‘નિઃશુલ્ક મેમોગ્રાફી કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.