સપ્ટેમ્બર 4, 2026 7:48 પી એમ(PM)

printer

અવકાશ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ફ્રાન્સની સાથે અવકાશ ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઉત્સુકતા દર્શાવી.

અવકાશ રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે અવકાશ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. દરમિયાન માનવ સહિત અવકાશ ઉડાન, આધુનિક અવકાશ ટેક્નોલૉજી અને બંને દેશની અવકાશ સંસ્થાઓ તથા ઉદ્યોગો વચ્ચે યોગ્ય સંકલન જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી. ડૉક્ટર સિંહે ફ્રાન્સના ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને અવકાશ બાબતોના મંત્રી પ્રૉફેસર ફિલિબ બેપ્ટિસ્ટ સાથે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી દ્વિપક્ષીય બેઠક યોજી.

બંને પક્ષે પેરિસમાં આ મહિને યોજાનારા આંતરરાષ્ટ્રીય અવકાશ સંમેલનમાં ભારતની ભાગીદારી અને બેંગ્લોર અવકાશ પ્રદર્શનીમાં ફ્રાન્સની ભાગીદારી અંગે પણ ચર્ચા કરી. બેઠકમાં ડૉ. સિંહે કહ્યું, ભારત આંતરરાષ્ટ્રીય અવકાશ સંમેલનમાં ભાગ લેવા અને ફ્રાન્સની સાથે અવકાશ ભાગીદારીને વધુ મજબૂત કરવા ઉત્સુક છે. તેમણે કહ્યું, સંમેલનમાં અવકાશ વિજ્ઞાન, ટેક્નોલૉજી અને ઍપ્લિકેશન, અવકાશ અર્થતંત્ર અને સલામત અવકાશ પર ધ્યાન અપાશે.