નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરતમાં 108 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયતના 143 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ગ્રામ્ય શાળાઓ માટે ડિજિટલ ક્લાસરૂમ્સ ઑન વ્હીલ પહેલ હેઠળ જિલ્લા પંચાયત અને ખાનગી કંપની દ્વારા ઇ-કક્ષા બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. જિલ્લાના પાંચ ઘટકમાં દર મહિને 10થી 15 સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઇ-કક્ષા બસ હેઠળ કમ્પ્યૂટર તાલીમ માટે આવરી લેવાશે.
આ સાથે શ્રી સંઘવીએ ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના‘ અને ‘સુવિધાપથ‘ હેઠળ 61 જેટલા માર્ગ અને સી. સી. રોડના મજબૂતીકરણના કામનો પણ પ્રારંભ કરાવ્યો.