નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ કોરિયાની અગ્રણી વ્યવસાય અને કાનૂની કંપનીઓ સાથે ગોળમેજી બેઠક યોજી. દરમિયાન ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે સહયોગ, રોકાણ સુવિધા અને મજબૂત આર્થિક સંબંધ માટેની તક શોધવા અંગે ચર્ચા થઈ. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સંઘવીએ જણાવ્યું, વાઇબ્રન્ટ ગુજરાત વિઝન હેઠળ, તમામ મહાનુભાવોએ વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને રોકાણ, નવીનતા અને ટકાઉ વિકાસને આગળ ધપાવતી વ્યવસાય-મૈત્રીપૂર્ણ માળખાકીય સુવિધાઓ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ઉપરાંત શ્રી સંઘવીએ યંગવન કોર્પોરેશન અને કોસ્મેટિક વિકાસ અને કોન્ટ્રાક્ટ ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી કોસ્મેક્સ કંપની સાથે યોજેલી બેઠકમાં સંભવિત સહયોગની શોધ કરવામાં આવી.