આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને ગુજરાત-જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જાપાન પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ટોક્યો અને શિઝુઓકા ખાતે કુલ 7 વન-ટુ-વન બેઠકો, 2 સરકારી-દ્વિપક્ષીય મુલાકાતો, 1 ટેક્સટાઇલ રાઉન્ડટેબલ અને 1 સત્તાવાર ડિનર સહિત કુલ 11 જેટલા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જેમાં સવારના પ્રથમ સત્રમાં નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અલ્ટ્રાફેબ્રિક્સ, કાનેકા અને ઇતોચુ કોર્પોરેશન સાથેની 4 મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકી છે. આજના નિર્ધારિત કાર્યક્રમ મુજબ નાયબ મુખ્યમંત્રી શિઝુઓકાના ગવર્નર યાસુતોમો સુઝુકી સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે.
ત્યાર બાદ ફ્યુજીફિલ્મ, યાઝાકી ઇન્ડિયા તથા ગ્રીન કાર્બન સાથે બેઠકો અને ટેક્સટાઇલ સેક્ટરના અગ્રણીઓ સાથે 1 હાઇ-લેવલ રાઉન્ડટેબલ બેઠક કર્યા બાદ ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય રાજદૂત દ્વારા આયોજિત વિશેષ ડિનરમાં ઉપસ્થિત રહેશે.