સપ્ટેમ્બર 18, 2026 2:17 પી એમ(PM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે કર્ણાટકના બેંગલુરુમાં HAL- ના વિમાનો અને હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને પવન હંસને સોંપશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે કર્ણાટકના બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના વિમાનો અને હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને પવન હંસને સોંપવા માટે એક સમારોહમાં હાજરી આપશે. બે હળવા લડાકુ FOC ટ્રેનર એરક્રાફ્ટ અને પ્રથમ હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર HTT-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ વાયુસેનાને સોંપવામાં આવશે, અને ચાર ધ્રુવ નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટર પવન હંસને સોંપવામાં આવશે.

HTT-40 વિમાનનો વાયુસેનામાં સમાવેશ થવાથી લશ્કરી પાઇલટ તાલીમમાં ભારતની આત્મનિર્ભરતા મજબૂત થશે.