ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન જન ફરિયાદ ઓન લાઈન નિવારણ માટેના ટેકનોલોજી યુક્ત અભિગમની જાણકારી મેળવી હતી. ગ્રામ,તાલુકા અને જિલ્લા એમ ત્રિસ્તરીય સ્વાગત ઓન લાઈનની સંપૂર્ણ વિગતો આસામના
મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી હતી.
આ સાથે જ હેમંતા બિસ્વા સરમાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હિમંતા બિસ્વા શર્માએ ગુજરાતની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે રાજ્યમાં અનેક આયામોમાં સારું કામ થયું છે. ખાસ કરીને GST ક્ષેત્રે ગુજરાતની કામગીરી સારી રહી હોવાનું કહી વધુમા આ મુજબ જણાવ્યુ હતું.