અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની ગઇકાલે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટ્ન્સે ગાંધીનગર જાયન્ટસને 2-0થી હરાવ્યું હતું.
આ વિજય સાથે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની ટીમ સાત અંકો સાથે ટોચ પર રહી છે, જ્યારે વડોદરા વોરિયર્સ અને સુરત સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચમાં વડોદરાની ટીમે 3-1થી વિજય મેળવ્યો હતો.