દેશભરની સાથે ગુજરાતમાં પણ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ગઈકાલે સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધીના 3 કલાક અને 30 મિનિટના સમયગાળા દરમિયાન લેવાયેલી આ કસોટીમાં રાજ્યભરમાં આશરે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
રાજ્યમાં નીટની પરીક્ષા માટે અંદાજે 50 જેટલા પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં 16 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી, જ્યાં આશરે 4 હજાર જેટલા વિદ્યાર્થીઓએ કસોટી આપી હતી.
દરેક પરીક્ષા કેન્દ્ર પર 100થી 250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.