રાજ્યભરમાં આજથી 27 ઓગષ્ટ સુધી MBBS, BDSની આઠ હજાર 755 જેટલી બેઠકો ઉપર પ્રવેશ માટે આજે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા હાથ ધરાશે. જે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે તે ચોઇસ ફિલિંગ કરી શકશે.
27 ઓગષ્ટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવાશે. આ તમામ પ્રક્રિયા બાદ પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા ઓલ ઇન્ડિયાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.