સપ્ટેમ્બર 15, 2026 10:02 એ એમ (AM)

printer

રાજ્યના સરહદી જિલ્લાઓમા હાઈ-સ્પીડ કોરિડોરના નિર્માણ માટે કચ્છ અને બનાસકાંઠાના ધોરીમાર્ગો પહોળા અને ફોરલેન બનાવવા 692 કરોડ રૂપિયાની ફાળવણી

રાજ્યના ધોરીમાર્ગોને સાત મીટરમાંથી 10 મીટર જેટલા પહોળા કરવા કચ્છ જિલ્લાને 363 કરોડ તેમજ 10 મીટર માર્ગને ફોરલેન કરવા માટે સરકારે બનાસકાંઠા જિલ્લાને 229 કરોડ રૂપિયા મળીને કુલ 692 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત કચ્છ જિલ્લામાં પાન્ધ્રો નારાયણ સરોવર રોડ, લખપત નારાયણ સરોવર રોડ અને દયાપર-સુભાષપર પાન્ધ્રો રોડ એમ ત્રણ માર્ગોને સાત મીટરથી 10 મીટર પહોળા કરવાના કામો માટે 363 કરોડ રૂપિયાના કામો મંજૂરી અપાઇ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં શિહોરી, પાટણ રોડને 10 મીટરથી પહોળો કરીને ફોરલેન કરવા માટે 229 કરોડ રૂપિયાનું કામ મંજુર કર્યું છે.

કચ્છ અને બનાસકાંઠાના આ રસ્તાઓ પહોળા અને ફોરલેન બનવાથી આસપાસના નાના-મોટા ઔદ્યોગિક, તથા વાણિજ્ય વિસ્તારોમાં અવરજવર કરતાં ભારે વાહનો વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે પસાર થઈ શકશે. પરિણામે સ્થાનિક ઉદ્યોગો, વેપાર-ધંધા તથા કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં પણ નોંધપાત્ર સરળતા થશે.