બનાસકાંઠામાં આવેલા પ્રસિદ્ધ માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થયો છે જે આગામી 7 દિવસ સુધી ચાલશે. ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડના સચિવ રમેશ મેરજા અને પ્રભારી મંત્રી કમલેશ પટેલે મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
મંદિરના પૂજારીઓ દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના કરી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. માતાજીના રથ ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ભક્તોએ માતાજીનો રથ ખેંચીને મહામેળાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા