સપ્ટેમ્બર 20, 2026 4:21 પી એમ(PM)

printer

પંચમહાલના ગોધરામાં આજે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે

પંચમહાલના ગોધરામાં આજે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. આશરે ત્રણ કિલોમીટર લાંબા રૂટ પર 4 હજારથી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મૂર્તિ વિસર્જન કુંડ ખાતે આજે ડ્રોન દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું. આ પ્રસંગે મેયર સોનલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.