હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, રાજ્યના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.
મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે.
દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના છે.
બિહાર, ઝારખંડ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે.
આગામી પાંચ દિવસમાં દિલ્હીમાં પણ અલગ અલગ
સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આજે કેરળ અને માહેમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે.