ઓક્ટોબર 7, 2026 8:50 એ એમ (AM)

printer

વાહકજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે અટકાયતી પગલાં લેવા સ્થાનિક તંત્રને આદેશ

વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ઉપરાંત  રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં આવેલા પરેડ જવાનો માટે ગાંધીનગરમાં યુદ્ધના ધોરણે ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. આ જવાનો માટે આરોગ્ય માટે સઘન પગલાં લઇને દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવાનો આરોગ્ય મંત્રીએ આદેશ આપ્યો છે.

 રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને અટકાયતી પગલાંના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા આદેશ અપાયો છે.

રાજ્યમાં છેલ્લા બે મહિના દરમિયાન ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.