પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીથી નીકળેલી સેવા યાત્રાનું વડનગર ખાતે આગમન થતા 500 જેટલા બાઈકર્સનું વડનગર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડનગર ખાતેના સ્વાગત કાર્યક્રમ દરમિયાન યાત્રામા જોડાયેલા યુવાઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.જ્યારે યાત્રીઓનુ વડનગર ખાતે આગમાન થતા સાંસદ હરિ પટેલે ખુશી વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યુ હતું.
વારાણસીથી વડનગર સુધીની સેવા યાત્રાનુ વડનગરમા સમાપન પ્રસંગે શર્મિષ્ઠા તળાવ ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા આ કાર્યક્રમે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરાવવાની સાથે સાથે સેવાના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો હતો.