ઓક્ટોબર 7, 2026 9:29 એ એમ (AM)

printer

લખનઉ ખાતેની પહેલી ટી-20 મેચમાં ભારતે વેસ્ટ-ઈન્ડિઝને આઠ વિકેટે હરાવ્યું

ક્રિકેટમાં ભારતે પહેલી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 19 ઓવર અને 1 બોલમાં 171 રન બનાવ્યા. જેમાં શેરફેન રૂધરફોર્ડે 56 અને શાઈ હોપે 52 રન બનાવ્યા. ભારત તરફથી નમન ધીરે ત્રણ, જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી.

ભારતે 172 રનનો લક્ષ્યાંક માત્ર 14 ઓવર અને 4 બોલમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. ભારત તરફથી શ્રેયસ ઐયર 102 અને ઈશાન કિશન 37 રન બનાવીને અણનમ રહ્યા. શ્રેયસ ઐયરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. શ્રેણીની બીજી મેચ શુક્રવારે રાંચીમાં રમાશે.