સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા જ્યોત યાત્રાનુ આજે ઠેર ઠેર આયોજન કરવામા આવ્યુ છે અને આ સાથે રાજ્યભરમા અનેકવિધ કાર્યક્રમો પણ યોજાય રહ્યા છે.
સુરતમા આજે જ્યોત યાત્રાનુ આયોજન કરવામા આવ્યું છે
મોરબીમા સેવા જ્યોત યાત્રા અંતર્ગત આજે શનાળાથી ભક્તિનગર સર્કલ સુધી યોજાવા જઈ રહેલી પદયાત્રામા 10 હજારથી વધુ લોકો સહભાગી થશે.
આશ્રયે દસેક હજાર લોકોની સંખ્યા અહીં રહેશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી ઓનલાઇન વક્તવ્ય આપવાના છે અને ત્યાર પછી સેવા જ્યોત યાત્રા પ્રગટાવી અને દિલ્હીથી વાત કરશે. ત્યાર પછી અહીં સ્થાનિક સેવા જ્યોત યાત્રા પ્રગટાવી અને પદયાત્રા આપણે કરવાના છીએ.
આ સાથે જ મોરબીની ખાનગી હોસ્પિટલમાં શનિવારે સવારથી મેડીકલ કેમ્પ યોજાવવા જઈ રહ્યો છે તેને લઈ માહિતી આપતા રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ આ મુજબ જણાવ્યુ હતું.
આ કેમ્પના અંદર એઇમ્સના અનેક પ્રકારના ડોક્ટર્સની હાજરી રહેશે. લગભગ 19 વિભાગ છે, જેના અંદર ઓર્થોડોન્ટિસ્ટ, ઈએનટી, સ્કિન સ્પેશિયાલિસ્ટ, કેન્સરના ડોક્ટર્સ, ન્યુરોલોજિસ્ટ, આ પ્રકારના 19 વિભાગના ડોક્ટર્સ એમાં હાજર રહેશે. આ બધા ડોક્ટર્સનો લાભ લેવાનો મોરબીવાસીઓને અને દર્દીઓને અવસર રહેશે.
છોટાઉદેપુર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની રંગોળી અને કોલાઝ આર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરમિયાન બાળ કલાકારોએ 1947 થી 2047 સુધીના ભારત ૧૦૦ વર્ષની સફર અને ‘વિકસિત ભારત 2047’ના વિઝનને રંગોળી અને કોલાઝ આર્ટના માધ્યમથી અભિવ્યક્ત કર્યું હતું.