ઓક્ટોબર 7, 2026 9:55 એ એમ (AM)

printer

આજે ભારત મંડપમમાં આયોજિત 2જી ભારત-EFTA સમૃદ્ધિ સમિટ 2026ને પ્રધાનમંત્રી સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, આજે ભારત મંડપમમાં આયોજિત 2જી ભારત-EFTA સમૃદ્ધિ સમિટ, 2026 ને સંબોધિત કરશે.

આ સમિટ “ભારતમાં 100 અબજ ડોલરની રોકાણ ભાગીદારીનું નિર્માણ
1 મિલિયન નોકરીઓનું સર્જન” થીમ સાથે, ભારત અને EFTA દેશો સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટાઇનના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નેતાઓ અને મુખ્ય હિસ્સેદારો ભાગ લેશે.

આ સમિટનો ઉદેશ્ય વેપાર, રોકાણ, ટેકનોલોજી સહયોગ અને નવીનતામાં નવી તકો ખોલવનો છે.