પીએમ મોદીના જાહેર સેવાના ૨૫ વર્ષ આજે પૂર્ણ થઇ રહ્યા છે. આ અંતર્ગત દેશની સાથે સાથે આજે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આજે સવારે 1૦ કલાકે પીએમ મોદી વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધશે..રાજ્યમાં સેવા જ્યોત યાત્રાને આ પ્રસંગે પ્રસ્થાન કરાવાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આ સાથે જ 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી રાષ્ટ્રવ્યાપી સેવા સંકલ્પ યાત્રાના સમાપન પ્રસંગે વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે અને વડનગરમાં હાટકેશ્વર મંદિરે જળાભિષેક કરવામા આવશે. પ્રધાનમંત્રીની જન્મભૂમિ વડનગર અને વારાણસીમાં એકસાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે. તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.