રાજ્ય સરકાર દ્વારા ઘાસની અછત ધરાવતા વિસ્તારોમાં સબસિડી સાથે રાહત દરે ઘાસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, આ નિર્ણયથી પોરબંદર, દેવભૂમિદ્વારકા, જામનગર અને કચ્છના પશુપાલકોને સીધો લાભ મળશે. તેમણે કહ્યું, પોરબંદર શહેરમાં કાર્યરત્ કરાયેલા ઘાસ ડેપોમાં પશુપાલક-દીઠ વધુને વધુ પાંચ પશુઓ માટે બે રૂપિયા પ્રતિકિલોના રાહત દરે ઘાસનું વિતરણ શરૂ કરાયું. ઉપરાંત ખેતમજૂરી પર નભતા પરિવારોને ‘જી રામ જી’ યોજના હેઠળ રોજગારી અપાશે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ નિયમ મુજબ સરવે અને આનાવારીની કામગીરી પણ હાથ ધરાશે તેમ શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 6, 2026 7:29 પી એમ(PM)
રાજ્યમાં ઘાસની અછત ધરાવતા વિસ્તારોમાં સબસિડી સાથે રાહતદરે ઘાસ ઉપલબ્ધ કરાવવા સરકારનો નિર્ણય.