રણજી ટ્રોફીના ચોથા રાઉન્ડમાં ગુજરાતે કેરળને 1 ઇનિંગ્સ, 64 રનથી હરાવ્યું છે.
અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાતે કેરળને એક ઇનિંગ્સ અને 64 રનથી હરાવી શાનદાર જીત નોંધાવી છે. ગુજરાતે પ્રથમ દાવમાં 9 વિકેટે 534 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં કેરળની ટીમ પ્રથમ દાવમાં 279 અને બીજા દાવમાં 191 રનમાં ઓલઆઉટ થઈ હતી.
બીજી તરફ, સૌરાષ્ટ્રને ત્રિપુરા સામે 133 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રિપુરાએ પ્રથમ દાવમાં 268 અને બીજા દાવમાં 161 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ બંને દાવમાં અનુક્રમે 118 અને 208 રન જ બનાવી શકી હતી.
બરોડા ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચ ડ્રો થઈ હતી. બરોડાએ પ્રથમ દાવમાં 355 રન બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશે 492 રન કરીને સરસાઈ મેળવી હતી. બીજા દાવમાં બરોડાએ 6 વિકેટે 169 રન બનાવી મેચ બચાવી હતી.