સપ્ટેમ્બર 3, 2026 8:38 એ એમ (AM)

printer

રાજ્યના એક જ બંદરે 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો નવો વિક્રમ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં વધારો થયો છે.. તેમણે ઉમેર્યુ હતું કે રાજ્યના બંદરો પર કાર્ગો હેન્ડલિંગના વધેલા આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ આઉટપુટ વધ્યું છે અને રાજ્યમાંથી નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે.

એક જ પોર્ટ પર રિવ્યુના આધારે આ નંબર સવા ગણો વધ્યો છે. 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો એ માત્ર એક પોર્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવે એ જ પ્રકારે અલગ અલગ તમામ પોર્ટોમાં જે કાર્ગો હેન્ડલિંગ છે એ બી આ મહિને એનો બી આંકડો ખૂબ મોટા પાયે વધ્યો છે.

તેમણે જીએસટીમાં વધારા અંગે જણાવ્યુ હતું કે વિશ્વભરમાં આર્થિક પડકારો હોવા છતાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છેજે ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે. તેમાંય ગુજરાતમાં જીએસટી સંગ્રહમાં વધારો થયો છે.

જીએસટીનું આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પ્રકારે દેશના નાગરિકોના હિતમાં જીએસટીના તમામ દિશામાં જે રેટ ઘટાડવામાં આવ્યા તે છતાં ગયા મહિને ગુજરાતમાં 20% આપણો ગ્રોથ હતો અને આ મહિને 28% ના ગ્રોથ જોડે ગુજરાત આગળ વધી રહી છે.

ગઇકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વરસાદની ઘટ વાળા જિલ્લાઓમાં પાણી અને ઘાસચારાની પણ કોઇ અછત ન સર્જાય તે માટે સરકારે આયોજન કર્યુ હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.