સપ્ટેમ્બર 5, 2026 7:11 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિનના અવસરે રાજ્યના 40 ઉત્કૃષ્ટ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિનના અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં રાજ્યના 40 ઉત્કૃષ્ટ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.  આ પ્રસંગે શ્રી પટેલે રાજ્યને શિક્ષણમાં દેશનું મોડલ બનાવવાની નેમ વ્યક્ત કરી. તેમણે કહ્યું, શિક્ષક માત્ર વ્યવસાય નથી તે એક રાષ્ટ્રધર્મ છે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે આજના યુગમાં ભૌતિક સાધનો અને ટેકનોલોજીનું જ્ઞાન જેટલું જરૂરી છે, એટલું જ આત્મજ્ઞાન અને નૈતિક મૂલ્યોનું જ્ઞાન પણ અનિવાર્ય છે.

સમારોહમાં પારિતોષિક મેળવ્યા બાદ ખેડા જિલ્લાના માતરની પીએમશ્રી દેતલી પ્રાથમિક શાળાના શિક્ષક મિનેશ ગામિતે પ્રતિક્રિયા આપી.