સપ્ટેમ્બર 6, 2026 7:04 પી એમ(PM)

printer

રાજ્યમાં ગત 24 કલાકમાં વિવિધ દુર્ઘટનામાં દસ લોકોના મોત.

રાજ્યમાં ગત 24 કલાકમાં વિવિધ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે. પાટણમાં રાધનપુર-વારાહી માર્ગ પર ગત મોડી રાત્રે માર્ગ પર ઉભેલી ટ્રક સાથે એક કાર ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. જ્યારે ચાર ઇજાગ્રસ્ત હાલ ધારપુર મેડિકલ કૉલેજમાં સારવાર હેઠળ છે. આ અંગે રાધનપુર પોલીસે ફરાર ટ્રકના ચાલકની તપાસ હાથ ધરી.

તો, મહેસાણામાં એક તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકના ડૂબી જવાથી મોત થયા. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, કડી પોલીસ અને મહેસાણા અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી જોતાણા તાલુકાના સૂરજ ગામના રહેવાસી ત્રણેય મૃતદેહ યુવકના બહાર કાઢ્યા હતા. જ્યારે રાજકોટમાં પડધરી તાલુકાના દહીસરડા આજી ગામ ખાતે પાટવાળા હનુમાન મંદિર પાસે ગઈકાલે ચેકડેમમાં ન્હાવા ગયેલા ચાર બાળકે જીવ ગુમાવ્યા.