સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું, તાજેતરના દિવસોમાં ખાંડની મિલોથી બહાર ખાંડની કિંમતમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે છૂટક ખાંડના ભાવમાં પણ ઘટાડો થયો છે. સરકાર દેશભરમાં ખાંડની કિંમત અને જથ્થા પર ચાંપતી નજર રાખી રહી છે.
સરકારે ખાંડની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વર્તમાન માસિક ફાળવણી પ્રણાલિની જગ્યાએ આવતા મહિનાથી પખવાડિયા ખાંડ ફાળવણી પ્રણાલિ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તે અંતર્ગત ખાંડની મિલોને પહેલા અઠવાડિયામાં ઓછામાં ઓછી 40 ટકા ફાળવણી અને બાકીની ખાંડ આગામી અઠવાડિયે વેચવી પડશે.