સપ્ટેમ્બર 1, 2026 5:15 પી એમ(PM)

printer

ખાંડની સંગ્રહ મર્યાદા 4,000થી 2,000 ક્વિન્ટલ કરવામાં આવી; નવી મર્યાદા 15 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી રહેશે અમલમાં

ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારે ખાંડની સંગ્રહ મર્યાદા ચાર હજાર ક્વિન્ટલથી ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરી છે. આ નવી મર્યાદા આ મહિનાની 15 તારીખથી આગામી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નવા નિયમો હેઠળ કોઈ પણ વેપારી જથ્થો મળવાના 30 દિવસથી વધુ સમય સુધી મર્યાદાથી વધુ ખાંડ પોતાની પાસે નહીં રાખી શકે. જોકે, ઉત્તર-પૂર્વ અને પૂર્વ રાજ્યોમાં પૂરવઠા વ્યવસ્થાને જોતા કોલકાતા અને તેની આસપાસના મહાનગર ક્ષેત્રો માટે મર્યાદા ચાર હજાર ક્વિન્ટલ યથાવત્ રહેશે. આ નિર્ણયથી બજારમાં ખાંડની અછત નહીં સર્જાય અને કિંમત કાબૂમાં રહેશે તેવો સરકારે વિશ્વાસ અપાવ્યો છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, કોલકાતા ક્ષેત્ર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખાંડ મગાવીને ઉત્તરપૂર્વ સહિત સમગ્ર પૂર્વ ભારતમાં તેનો પૂરવઠો પૂરો પાડે છે. એટલે ત્યાં જૂની મર્યાદા લાગૂ રહેશે. સરકારે ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો છે કે, દેશમાં ખાંડની કોઈ અછત નહીં સર્જાય અને કિંમત સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રહેશે. આ સાથે જ વાસ્તવિક વેપાર અને પૂરવઠો અવિરત્ યથાવત્ રહે તે પણ એ પણ સુનિશ્ચિત કરાશે.