ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારે ખાંડની સંગ્રહ મર્યાદા ચાર હજાર ક્વિન્ટલથી ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરી છે. આ નવી મર્યાદા આ મહિનાની 15 તારીખથી આગામી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નવા નિયમો હેઠળ કોઈ પણ વેપારી જથ્થો મળવાના 30 દિવસથી વધુ સમય સુધી મર્યાદાથી વધુ ખાંડ પોતાની પાસે નહીં રાખી શકે. જોકે, ઉત્તર-પૂર્વ અને પૂર્વ રાજ્યોમાં પૂરવઠા વ્યવસ્થાને જોતા કોલકાતા અને તેની આસપાસના મહાનગર ક્ષેત્રો માટે મર્યાદા ચાર હજાર ક્વિન્ટલ યથાવત્ રહેશે. આ નિર્ણયથી બજારમાં ખાંડની અછત નહીં સર્જાય અને કિંમત કાબૂમાં રહેશે તેવો સરકારે વિશ્વાસ અપાવ્યો છે.