ગાંધીનગરમાં યોજાયેલી સબ-જુનિયર બોય્ઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધામાં આજે વલસાડે દેવભૂમિદ્વારકાને, રાજકોટે મોરબીને અને સુરતની ટીમે બોટાદની ટીમને પરાજય આપ્યો. ગુજરાત રાજ્ય ફૂટબૉલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 21 જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે.
હવે આવતીકાલે ગૃપ ઈ, એફ અને જીની પહેલી મેચ દેવભૂમિદ્વારકા અને છોટાઉદેપુર, બીજી મેચ રાજકોટ અને જામનગર તથા ત્રીજી મેચ બોટાદ અને આણંદ વચ્ચે રમાશે. દરેક ગૃપમાં પહેલી આવનારી ટીમ અને તમામ ગૃપમાંથી એક સેકન્ડ બૅસ્ટ ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ અને ત્યારબાદ સેમિ-ફાઈનલ રમાશે. જ્યારે આ સ્પર્ધાની ફાઈનલ મેચ આગામી બીજી સપ્ટેમ્બરે રમાશે.