સપ્ટેમ્બર 6, 2026 7:43 પી એમ(PM)

printer

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, સ્વસ્થ નાગરિકો વગર વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય નથી.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સુરતમાં ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઈકલની 89-મી આવૃત્તિ અંતર્ગત યોજાયેલી સાઈકલ યાત્રામાં જોડાયા. વરાછા રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી યોજાયેલી પાંચ કિલોમીટરની સાયકલ યાત્રામાં શ્રી માંડવિયા સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. નશામુક્ત યુવા ભારત અભિયાન હેઠળ યોજાયેલી યાત્રામાં શાળાના બાળકો, રમતવીરો સહિત ત્રણ હજારથી વધુ લોકોએ પણ ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, સ્વસ્થ નાગરિકો વગર વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય નથી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દેશભરમાં યોજાતી આ સાયકલ યાત્રાની આ ઝૂંબેશે જમ્મુ-કશ્મીરથી કન્યાકુમારી સુધીના સમગ્ર દેશને સ્વાસ્થ્યના એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે.