ઓગસ્ટ 28, 2026 2:13 પી એમ(PM)

printer

નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી

મહારાષ્ટ્રના નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી કાંદા એક્સ્પ્રેસ ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે સરકારે પૂરતી ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતાને સુનિશ્ચિત કરવા બફર સ્ટોક જાહેર કર્યો છે. ડુંગળીનો આ જથ્થો માર્ગ પરિવહન દ્વારા ચેન્નાઈ, કોલકાતા, એર્નાકુલમ, ગુવાહાટી, વારાણસી, લખનૌ, પટના, ચંદીગઢ, જમ્મુ અને અમૃતસર સહિતના શહેરોમાં પોહચાડવામાં આવી રહયો છે. 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ડુંગળીનું છૂટક વેચાણ ગઈકાલથી મોબાઇલ વાન અને NCCF અને NAFED ના રિટેલ આઉટલેટ્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.