ભારતીય મહિલા ટીમે ગઈકાલે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 46મા વિશ્વ ચેસ ઓલિમ્પિયાડમાં ડોમિનિકન ગણરાજ્ય સામે 4-0થી શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. ટોચના ક્રમાંકિત ભારતીય કોનેરુ હમ્પીએ ફ્રેન્ચેસ્કા રામિરેઝ લુઝોનને હરાવી, જ્યારે આર વૈશાલીએ મિગુએલિના ડી લા રોઝા માર્ટિનેઝ સામે વિજય મેળવ્યો.
ડી ગુકેશ, નિહાલ સરીન અને વિદિત ગુજરાથીની ભારતીય પુરુષ ટીમે થાઇલેન્ડ પર 3-1થી વિજય નોંધાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી. નિહાલ થાનાડોનને હરાવીને જીત મેળવનાર પ્રથમ ભારતીય બન્યો હતો.