ઓગસ્ટ 20, 2026 7:04 પી એમ(PM)

printer

FIBA U-18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઈરાન વચ્ચે મુકાબલો

અમદાવાદમાં ચાલી રહેલા FIBA U-18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઈરાન વચ્ચે મેચ રમાશે. વીર સાવરકર રમતગમત સંકૂલ ખાતે આ મુકાબલો હમણાં સાડા સાત વાગ્યે શરૂ થશે. અગાઉના મુકાબલામાં કઝાકિસ્તાનને હરાવી ભારત પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું.

દરમિયાન આજના પહેલા મુકબલામાં સિરીયા સામે ફિલિપાઇન્સનો 72-63થી વિજય થયો. અન્ય એક મેચમાં ચીની તાઈપેએ બહેરીનને 109-99થી હરાવ્યું. તો કતાર સામે જાપાનનો 80-75થી વિજય થયો છે.