FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે. ગઇકાલે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ થાઇલેન્ડને 102-32ના સ્કોરથી હરાવ્યું હતું, જ્યારે અન્ય એક મેચમાં ફિલિપાઇન્સને ચાઇનીઝ તાઇપેઈ સામે 89-88થી જીત મળી હતી. અન્ય એક મેચમાં ન્યુઝીલેન્ડે સીરિયાને 67-58થી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ સુધી ચાલનારી આ સ્પર્ધામાં 16 દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 14, 2026 9:30 એ એમ (AM)
FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો