અમદાવાદમાં FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-2026 નો ઉદ્ઘાટન સમારોહ સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વઘાણીએ કહ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે હાલાકી રાજ્યમાં ભાવનગર બાસ્કેટબોલનું કેન્દ્ર રહ્યું છે. આ કપમાં ભાગ લેનાર 16 દેશની ટીમ અને ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી. FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-2026 ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 23મી ઑગસ્ટ સુધી ચાલશે.જેમાં એશિયાન 16 દેશના શ્રેષ્ઠ અંડર-18 બાસ્કેટબોલ ટીમના ખેલાડીઓ ભાગ લેશે. આ FIBA અંડર-18 એશિયા બાસ્કેટબોલ કપમાં ખેલાડી, કોચ અને ફિઝિયો તરીકે ત્રણ ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ભાવનગરના ખેલાડી રોનાલ્ડો હોપકિન્સએ મુખ્ય ટીમમાં સ્થાન મેળવ્યુ છે, જ્યારે રમતગમત વિભાગના કોચ નરેન્દ્ર દેસાઈ આસિસ્ટન્ટ કોચ તરીકે અને ડૉ. કૃણાલ ચુડાસમા મુખ્ય ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ભારતીય અંડર 18 પુરુષ ટીમની કમાન સંભાળશે.
Site Admin | ઓગસ્ટ 13, 2026 9:35 એ એમ (AM)
ગુજરાત અમદાવાદમાં FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-2026 આજથી શરૂ