સપ્ટેમ્બર 29, 2026 9:21 એ એમ (AM)

printer

FASTag વાર્ષિક પાસ એક કરોડ પાસનો નોંધપાત્ર સીમાચિહ્નને પાર

ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ લોન્ચ થયા પછી, FASTag વાર્ષિક પાસ એક કરોડ પાસનો નોંધપાત્ર સીમાચિહ્ન પાર કરી ગયો છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સીમાચિહ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર સરળ અને આર્થિક મુસાફરીનો વિકલ્પ પૂરો પાડે છે.

આ પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર લગભગ એક હજારથી વધુ ફી પ્લાઝા પર લાગુ થાય છે, જે એક વર્ષની માન્યતા માટે ત્રણ હજાર 75 રૂપિયાની એક વખતની ફી ચુકવણી અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ દ્વારા વારંવાર FASTag રિચાર્જ કરવાની જરૂરિયાત રહેતી નથી.