સપ્ટેમ્બર 17, 2026 8:12 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભુતાનના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી સાથે ભારત આવતા ભુતાની નાગરિકો માટે UPIના બીજા તબક્કાનો શુભારંભ કર્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભુતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે અને વિદેશ મંત્રી ડી.એન. ઢુંગયેલ સાથે ભારત આવતા ભુતાની નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય UPIના બીજા તબક્કાનો શુભારંભ કર્યો. શ્રી જયશંકર ભુતાનની બે દિવસની મુલાકાતે છે.

આ દરમિયાન ભારતીય સંસ્થાઓમાં ભુતાની વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે નેહરુ વાંગચુક શિષ્યવૃત્તિ યોજનાના વિસ્તરણ માટે કરાર થયા. 

વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી તોબગેને ‘ભારતમાં બનેલા’ 54 ઈલેક્ટ્રિક વાહનો પણ સોંપ્યા. તેમણે ઉમેર્યું કે ભારત ઈ-મોબિલિટી અને ટકાઉ પરિવહનની દિશામાં ભુતાનની પ્રગતિનું સમર્થન કરે છે.