સપ્ટેમ્બર 5, 2026 10:00 એ એમ (AM)

printer

વિદેશમંત્રીએ જણાવ્યું કે, ભારત રશિયા અને યુક્રેન સંઘર્ષ સમાપ્ત કરવામાં મદદ કરી શકે એવા ઉપાય શોધી રહ્યું છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત રશિયા અને યુક્રેન બંને સાથે સતત સંપર્કમાં છે. ભારત એવા સૂચનો પર વિચાર કરી રહ્યું છે જે સંઘર્ષ ઘટાડવા અથવા સમાપ્ત કરવામાં મદદ કરી શકે. વોર્સોમાં પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની વાતચીત બાદ તેમણે જણાવ્યું હતું કે યુદ્ધમાં કોઈ વિજેતા નથી બનતું. યુદ્ધથી જાનમાલનું નુકસાન થાય છે અને વિશ્વ પર આર્થિક બોજ વધે છે.

ડૉ. જયશંકરે સંઘર્ષનો અંત લાવવા માટે વાતચીત અને રાજદ્વારી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સંઘર્ષનો અંત લાવવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

ડૉ. જયશંકરે પોલેન્ડ સાથે વેપાર, રોકાણ, સંરક્ષણ અને ખોરાક, ઇંધણ અને ખાતર સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ અગાઉ તેમણે યુક્રેનની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સહિત ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.