ઓક્ટોબર 5, 2026 9:02 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની અધ્યક્ષતામાં એકતા નગર ખાતે આજથી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની બે દિવસીય ચિંતન શિબિર યોજાશે

એકતા નગર ખાતે આજથી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની બે દિવસીય ચિંતન શિબિર યોજાશે, જેમાં દેશમાં ધોરીમાર્ગ માળખાના વિકાસ અંગેના મુખ્ય મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે કેન્દ્ર, રાજ્યો અને અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

આજે ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને રાજ્ય કક્ષાના મંત્રી અજય ટમટા અને હર્ષ મલ્હોત્રાના સંબોધન કરશે.

બે દિવસીય પરિષદ હાઇવે ક્ષેત્રે પ્રોજેક્ટ ડિલિવરી, ગુણવત્તા, સુરક્ષા અને કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે નીતિગત અને સંસ્થાકીય હસ્તક્ષેપ સાથે મુખ્ય અમલીકરણ પડકારોની ઓળખ કરવા અને નવીન તથા પુનરાવર્તિત કરી શકાય તેવા અભિગમો પર વિચાર-વિમર્શ કરાશે.