ઓક્ટોબર 16, 2026 6:34 પી એમ(PM)

printer

સૂચિબદ્ધ કંપનીઓના શેરમાં કથિત હેરાફેરી મામલે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં EDના દરોડા

પ્રવર્તન નિદેશાલય – ED દ્વારા સૂચિબદ્ધ કંપનીઓના શેરમાં કથિત હેરાફેરી મામલે આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર સહિત દેશના છ શહેરમાં 29 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા. કંપનીના શેર ખરીદવા સોશિયલ મીડિયાના માધ્યમથી રોકાણકારોને ખરીદીના સંદેશ મોકલાયા હતા. ત્યારબાદ બંને કંપનીના શેરની કિંમતોમાં ઘટાડો થતા એક લાખથી વધુ રોકાણકારોને નુકસાન થયું હતું.

કાર્યવાહી દરમિયાન EDએ લેણદેણના રેકર્ડ, ડિજિટલ ઉપકરણ, દસ્તાવેજો જપ્ત કર્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને શેર ખરીદવાની સલાહ અપાતી હતી. આ માટે હરિયાણા અને મુંબઈમાં અન્ય લોકોના નામે લેવાયેલા સિમકાર્ડનો ઉપયોગ કરાતો હતો. જોકે, સોશિયલ મીડિયાના જૂથનું સંચાલન ભાવનગરથી થતું હોવાનું ખૂલ્યું છે.