નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા –NHAI ના પ્લાઝા પર ટોલ વસૂલાતમાં કથિત છેતરપિંડીના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 14 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ -PMLA હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર -NCR અને કોલકાતામાં સ્થિત છે.
ED ના જણાવ્યા મુજબ, અનધિકૃત ટોલ રસીદો જનરેટ કરવા અને અનધિકૃત સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો આરોપ છે. ફોરેન્સિક તપાસ અને NHAI રેકોર્ડ્સે આવા સોફ્ટવેરના દૂરઉપયોગની પુષ્ટિ કરી છે. આ સર્ચનો હેતુ ડિજિટલ અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરીને ગુનાની રકમ શોધવાનો છે.